કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં આશાવર્કર સહિત બે મહિલાને કોરોના

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ચાર થઇ

દાહોદ જિલ્લામાં ગુરુવારના રોજ કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા હતાં. ઝાલોદ તાલુકાના ગામના એક જ ફળિયામાં આશાવર્કર સહિત બે મહિલા પોઝિટિવ જાહેર થતાં ગામમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સળંગ કેસો આવી રહ્યા હતાં. જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર ઉપર પહોંચી છે.

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 551 લોકોના આરટીપીસીઆર અને 160 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેમાંથી ઝાલોદ તાલુકાના એક ગામના એક જ ફળિયામાં બે મહિલાઓને સામાન્ય શરદી-ખાંસી અને તાવ હતો. જેથી આ બંને મહિલાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ગુરુવારના રોજ આ બંને મહિલા પોઝિટિવ જાહેર થતાં ખળભળાટ મચ્યો હતો. જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવના 4 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...