તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:દાહોદ કલેક્ટર કચેરીમાં બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓએ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

દાહોદમાં જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની અધ્યક્ષતામાં અધિકારીઓ-કર્મચારીઓએ બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરી હતી અને ભારતના બંધારણના આમુખના શપથ લઇ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ ભારતીય બંધારણના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે સમજ આપી હતી અને બંધારણના આમુખનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોવીડ-19ની તમામ માર્ગદર્શીકાનું સુપેરે પાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...