રજૂઆત:હેડક્લાર્કનું પેપર લીકના વિરોધમાં દાહોદમાં કોંગ્રેસનું આવેદનપત્ર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પદથી દૂર કરવા માગ

દાહોદમાં કોંગ્રેસ દ્વારા હેડક્લાર્કનું પેપર લીક પ્રકરણના વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યુ હતું. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી અને જેના માટે ગુજરાતના લાખો યુવાનો ઘણા મહિનાઓથી મહેનત કરતા હતા પરંતુ પરીક્ષા યોજાય એના પહેલા જ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે અને લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું છે . ગુજરાતમાં સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં અવાર નવાર પેપર લીક થવાની ઘટનાનો બની રહી છે અને પરિણામે જે યુવાનો વર્ષોથી મહેનત કરી રહ્યા હોય છે તેઓને હતાશ અને નિરાશ થવું પડે છે.

આથી અમારી આપ શ્રી દ્વારા સરકારને રજૂઆત છે કે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ સાથે જોડાયેલા દોષિતોને શોધીને કડકમાં કડક સજા કરવામાં આવે અને અવાર નવાર પેપર લીક ની બનતી આવી ઘટનાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સીધી રીતે જવાબદાર છે તેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પદ પરથી દૂર કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ના થાય તે જરરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...