તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ શહેરમાં કોંગ્રેસે નગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવારોના ફોર્મ ભરાવીને મેન્ટેડ આપ્યા બાદ શનિવારની સાંજે યાદી ફરતી કરી હતી. નવ વોર્ડમાં ચૂંટણી લડનારા 36 ઉમેદવારોમાંથી આ વખતે 24 નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે.દાહોદ નગરપાલિકાની વર્ષ 2015માં થયેલી ચૂંટણીમાં ભાજપે 22, અપક્ષ 1 અને કોંગ્રેસે 13 બેઠકો મેળવી હતી. આ વખતે ઉમેદવારો શોધવાની ઘટમાળ સાથે વિવિધ કારણે કયા વોર્ડમાંથી કોણ ઉમેદવાર ચૂંટણી લડશે તે કોંગ્રેસે જાહેર થવા દીધુ ન હતું.
શુક્રવારના રોજ મહત્તમ ઉમેદવારોને ફોર્મ ભરાવી દેવાયા હતા જ્યારે બચેલા ઉમેદવારોએ શનિવારે ફોર્મ ભરતાં તમામને મેન્ડેટ આપી દેવાયા હતાં. મેન્ડેટ આપી દીધા બાદ કોંગ્રેસ દ્વારા લિસ્ટ જાહેર કરાયું હતું. જોકે, ગત વખત કરતાં આ વખતે 36 ઉમેદવારોમાંથી કોંગ્રેસે 24 નવા ચહેરા ઉતાર્યા છે. કોંગ્રેસના બેનર ઉપરથી ગઇ વખતે વોર્ડ-1માંથી વિજેતા થયેલા માસુમા ગરબાડાવાલા ભાજપમાં જતાં રહ્યા હતાં.
તેવી જ રીતે વોર્ડ-6ના વિજેતા ઉમેદવાર નજમા પટેલ, વોર્ડ-7ના વિજેતા સુગરાબેન ઝાબુઆવાલા અને વોર્ડ-8ના સાયરા મન્સુરીએ આ વખતે દાવેદારી જ નોંધાવી ન હતી. આ વખતે ભાજપથી નારાજ થઇને કોંગ્રેસમાં જોડાયેલા વોર્ડ-3ના કાઇદ ચુનાવાલા અને વોર્ડ-5ના યુસુફ રાણાપુરવાલાને ટિકિટ ફાળવી હતી.
ભાણીને ભાજપની ટિકિટ મળતાં માસીએ કોંગ્રેસની ટિકિટ લેવાનું માંડી વાળ્યું
દાહોદ શહેરમાં વોર્ડ નંબર 8માંથી ગઇ વખતે સાયરાબેન મન્સુરી કોંગ્રેસના બેનર ઉપર વિજેતા થયા હતાં. આ વખતે તેમની ભાણી નસરીન મન્સુરીને ભાજપમાંથી ટિકિટ મળી ગઇ હતી. નસરીનને ટિકિટ મળવાની આશા પ્રબળ હોવાથી સાયરાબેન ગત વખતના વિજેતા હોવા છતાં ભાણીને કારણે આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટની માગણી જ કરી ન હતી.
વોર્ડ 1 |
ડામોર સોનલબેન સુરેશભાઇ-જુના |
નલાવાલા તસનીમબેન ખોજેમભાઇ -નવા |
ડીંડોડ પ્રહર્ષ ભરતકુમાર-નવા |
જાદલીવાલા ઇસ્માઇલ ફિદાહુસેન-નવા |
વોર્ડ 2 |
રાઠોડ શાન્તાબેન મહેશભાઇ-નવા |
સોડાવાલા સમીમ બુરહાન-નવા |
વસૈયા રાજેશકુમાર ગલાભાઇ-નવા |
યાદવ નિતેશ રવીપ્રસાદ-નવા |
વોર્ડ 3 |
ભાભોર કલાબેન મણીલાલભાઇ-જુના ઉમેદવાર |
ભાટ લક્ષ્મીબેન હિતેશભાઇ-જુના |
સૈયદ ઇસત્યાકઅલી સોકતઅલી-નવા ઉમેદવાર |
ચુનાવાલા કાઇદ મોઇઝભાઇ-નવા |
વોર્ડ 4 |
પ્રજાપતિ લીલાબેન અમૃતલાલ-નવા ઉમેદવાર |
પરમાર રૂપાલીબેન અનીલકુમાર-નવા ઉમેદવાર |
ડામોર વાસુદેવભાઇ મોહનભાઇ-નવા ઉમેદવાર |
માખીજા કૈલાસ ભજનલાલ-નવા |
વોર્ડ 5 |
ચૌહાણ ગીતાબેન લક્ષ્મણભાઇ -નવા ઉમેદવાર |
મહાવર કાન્તાબેન રામેશ્વર-નવા |
શર્મા જયદિપકુમાર સત્યનારાયણ-નવા ઉમેદવાર |
રાણાપુરવાલા યુસુફભાઇ અબ્બાસભાઇ - નવા ઉમેદવાર |
વોર્ડ 6 |
સામદ સિદ્દીકા જમાલભાઇ -નવા |
ગોધરાવાલા બિલકીશબેન નુરૂદ્દીનભાઇ - જુના ઉમેદવાર |
ગાંગરડીવાલા નજમુદ્દીનભાઇ અબ્દેઅલી-જુના ઉમેદવાર |
છીતલ ખાલીલુરેહમાન શકીભાઇ-જુના ઉમેદવાર |
વોર્ડ 7 |
કટારા લીલાબેન શૈલેષભાઇ-જુના |
પીટોલવાલા ફાતેમા ઇસુફી-નવા |
શીકલીગર દીનેશકુમાર લક્ષ્મણદાસ -જુના ઉમેદવાર |
કુંજડા અજીજુલહસન મોહંમદસલીમ -નવા ઉમેદવાર |
વોર્ડ 8 |
જમાલી જેનબબેન સૈફુદ્દીનભાઇ-જુના ઉમેદવાર |
કુંદાવાલા ફાતેમા મઝર-નવા |
દલાલ વલીભાઇ અબ્દુલમજીદ-જુના ઉમેદવાર |
કાજી મોઇનુદ્દીન રૂકનુદ્દીન-જુના |
વોર્ડ 9 |
કાનસર રેખાબેન રાજેશભાઇ -નવા |
પ્રજાપતિ શારદા પ્રવીણભાઇ-નવા |
પરમાર હેમંત ચુનીલાલ-નવા |
ભગત ધ્રુવ મહેશભાઇ-નવા |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.