દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયાએ આજરોજ જનમેદની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યાં હતાં.આ બેઠક પર ઘણા દિવસથી સસ્પેન્સ ચાલતુ હતુ.
કોંગ્રેસ ભાજપે ચાર ચાર નામ જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 10 તારીખથી જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓમાં જાેતરાયા છે..જાેકે પ્રથમ ચરણના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પૈકી ચાર વિધાનસભા બેઠકો પર બીજેપી- કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવતાં જાય છે. તેમ તેમ ઉમેદવારો અને તેઓના કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે.
વાજતે ગાજતે સમર્થકો સાથે ફોર્મ ભર્યુ
ત્યારે દાહોદ જિલ્લાની ગરબાડા વિધાન સભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા દ્વારા આજરોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ મોટી સંખ્યામાં ચંદ્રિકાબેન બારીયા કાર્યકર્તાઓ અને ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યાં .વાજતે ગાજતે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદન પત્રો રજૂ કર્યા હતા.
2012 કરતાં 2017માં લીડ અડધી થઈ ગઈ હતી
ચંદ્રિકાબેન બારીયાની આ ત્રીજી ટર્મ છે. સૌપ્રથમ તેઓ લીમખેડા બેઠક પરથી વિજેતા થયા હતા.2007માં ગરબાડા બેઠક અસ્તિત્વમા ન હતી.ત્યારબાદ ગરબાડા બેઠક બન્યા પછી 2012 અને 2017મા તેઓ ફરીથી વિજેતા થયા હતા.જો કે 2012 કરતા 2017મા તેમની લીડ ઘટીને અડધી થઈ ગઈ હતી.
ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી
ભાજપે આ બેઠક પર હજી ઉમેદવાર જાહેર કર્યો નથી.આ બેઠક પર ટિકીટ મેળવવા 25 મુરતિયાઓ મેદાનમા છે.ત્યારે મોવડી મંડળ માટે માથાનો દુખાવો છે.ભાજપે જે ચાર નામ જાહેર કર્યા છે તે ચારેય રિપીટ કર્યા છે ત્યારે ગરબાડા બેઠક પર પણ ભાજપ આ જ થિયરી અપનાવશે કે કોઈ બીજા ત્રાજવે ન્યાય કરશે તે હાલ કહેવુ અશક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.