વિરોધ પ્રદર્શન:દાહોદ જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબાડામાં 12 સુધી સજ્જડ બંધ રહ્યુ
  • સુખસરમાં કોંગી કાર્યકરોને ડિટેઇન કરાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા પાર્ટીના આદેશ અનુસાર દાહોદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા 12 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યુ હતું. મંત્રી રઘુભાઈ મછારની આગેવાનીમાં કાર્યકર્તાઓ સુખસર બંધનું એલાન આપવા નીકળતા પોલીસે તેમના સહિત કાર્યકરોને ડિટેન કર્યા હતાં. દાહોદમાં પણ કોંગી કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતાં.

ગરબાડામાં પણ બંધનું સાંકેતિક એલાન સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી આપ્યું હતું. ગરબાડાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જોડાયા હતાં. ઝાલોદમાં પણ જીપીસીસીના સેવાદળ મંત્રી અરવીંદ વસૈયાની આગેવાનીમાં કોંગી કાર્યકરો બંધ માટે નીકળ્યા હતાં.ઝાલોદમાં સારી સંખ્યામાં દુકાનો બંધ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...