તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન-2022:ફતેપરાના ઈંટામાં 400 જેટલાં કોંગ્રેસ અને અપક્ષના કાર્યકરો જિલ્લા પ્રમુખના હસ્તે ભાજપમાં જોડાયા

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મન કી બાત કાર્યક્ર્મ બાદ ભાજપે ખેલ પાડી દેતા કોંગ્રેસમા સોપો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો

ફતેપુરા તાલુકાના ઇંટા ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો .જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખના અઘ્યક્ષ સ્થાને ભાજપ નો ખેસ પહેરી ને ભાજપ માં જોડાયા હતા.

દાહોદ જિલ્લામા ભાજપે ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. નવુ સંગઠન માળખુ લગભગ તૈયાર થઈ ચુક્યુ છે તેમજ આગામી કાર્યક્રમોના આયોજન કરી દેવાયા છે.આજે જિલ્લામા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સામુહિક રીતે સાંભળવા માટે આયોજન કરાયુ હતુ.

આગામી 17 સપ્ટેમ્બરના રોજ મોદીના જન્મ દિને વિવિધ કાર્યક્રમો યોજાશે તેમજ ભાજપ ના કાર્યકરો અને ચૂંટાયેલા પદાધિકારીઓ કોરોનાની ત્રીજી સંભવિત લહેરમા લોકો વચ્ચે સ્વાસ્થ્ય સ્વયં સેવક તરીકે જશે.આવી દરેક ટીમમા એક ડોક્ટરનો સમાવેશ પણ કરાયો છે.બીજી તરફ ભાજપ દ્વારા કોંગ્રેસમા ગાબડા પાડવાની કામગીરી પણ ચાલી રહી છે.તેના ભાગ રૂપે આજે ફતેપુરાના ઈટામા સ્થાનિક આગેવાનોની હાજરીમા 400 જેટલા કોંગ્રેસ અને અપક્ષના કાર્યકરો ભાજપામા જોડાયા હોવાની માહિતી મહામંત્રી નરેન્દ્ર સોનીએ આપી છે.

પાટવેલ સરપંચ નાથુભાઈ ગરવાલ, વલુંડી સરપંચ સુરેશભાઈ બરજોડ, ઘુઘસના કોંગ્રેસના જિલ્લા સભ્યના ઉમેદવાર વાલ્સિંગભાઈ પારગી, ભિચોરના સરપંચ છગનભાઈ પારગી,ઇંટા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સરલાબેન કનુભાઈ પારગી, ફતેગડી ના મકનભાઈ ભાભોર, લખભાઈ ભાભોર સહિત 400 કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ચેરમેન પ્રફુલભાઈ ડામોર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર, તાલુકા પ્રમુખ રામાંભાઈ પારગી સહિત અન્ય કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, 2021મા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. પરિણામે જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને પાલિકાઓમા ભાજપ સત્તારૂઢ હોવાથી કોંગ્રેસ એક સમયના પોતાના ગઢમા જ કંગાળ થઈ જતા ભાજપ વિધાનસભાની તમામ 6 બેઠક જીતવાના દાવા સાથે કમર કસી રહ્યો છે, પરંતુ આખરે નિર્ણય મતદારો જ કરશે.

અન્ય સમાચારો પણ છે...