ટીમલીના તાલે 'રાગા'નો ડાન્સ:આદિવાસી ગીતની ધૂન પર કોંગી ધારાસભ્ય ચંદ્રિકાબેન અને અન્ય નેતાઓ સ્ટેજ પર નાચી ઊઠ્યાં

દાહોદ8 દિવસ પહેલા
  • ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે ડાન્સ કર્યો
  • કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું પરંપરાગત આદિવાસી વસ્તુઓથી સ્વાગત કરાયું

આજે મંગળવારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને તેમના દ્વારા કરાયેલા સંબોધન બાદ કાર્યક્રમના અંતે આદિવાસી ધૂનવાળું "કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી..." ગીત વગાડવામાં આવ્યું હતું, જ્યાં ગીતના તાલે સ્ટેજ પર હાજર લોકો ઝૂમી ઊઠ્યા હતા. એમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે ડાન્સ કર્યો હતો. રાહુલ ગાંધી પણ તેમની સાથે હાથ ઊંચા કરી ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

"કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી..." ગીતના તાલે રાહુલ ગાંધી ઝૂમી ઉઠ્યા.
"કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી..." ગીતના તાલે રાહુલ ગાંધી ઝૂમી ઉઠ્યા.

ચાંદીનો કંદોરો, કડું, તીર-કામઠું આપીને સ્વાગત કરાયું
આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ચાંદીનો કંદોરો, કડું તેમજ તીર-કામઠું આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપની દેશના બે ભાગ કરવાની નીતિથી લઇને આગામી સમયમાં તેમની સરકારમાં આદિવાસીઓને મળનારા મહત્ત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે.

ધારાસભ્યો સાથે બેઠક કરી
દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 વાગ્યે બેઠક કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજી હતી અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

કાર્યક્રમના અંતે "કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી..." ગીત વગાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે "કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી..." ગીત વગાડવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...