તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ત્યારે પક્ષ પલ્ટાની માૈસમ પણ પૂરબહારમાં ખીલી છે.તેવી જ રીતે દાહોદ તાલુકા પંચાયતના નગરાલા બેઠકના સભ્ય તેમના સમર્થકો સાથે બીટીપીમાં જોડાઇ ગયા છે. આમ કોંગ્રેસ માટે આ નવો પડકાર સાબિત થાય તો નવાઇ પામવા જેવું નહી હોય.
દાહોદ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને આજે પણ આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત છે.ગત વખતે પણ કુલ 38 માંથી 25 બેઠકો કોંગ્રેસ જીતી હતી અને એક અપક્ષે પણ કોંગ્રેસને સમર્થન આપતાં સંખ્યાબળ 26નુ હતુ. દાહોદ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી કોંગ્રેસ વિજયી થાય ચે તેના મુળમાં પણ દાહોદ તાલુકા પંચાયત જ છે. ત્યારે હાલમાં પણ દાહોદ તાલુકા પંચાયત કબ્જે કરવા ભાજપે એડી ચોંટીનુ જેાર લગાવવવુ પડશે તેમ લાગી રહ્યુ છે.બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ અને ભાજપ સામે પડકાર ઉભો થઇ રહ્યો હોય તેમ જણાઇ રહ્યુ છે. કારણ કે આમ આદમી પાર્ટી તો મેદાનમાં આવી જ ગઇ છે ત્યારે બીટીપી પણ પોતાનો અલગ ચોંકો રચી રહી છે.
દાહોદ તાલુકા પંચાયતની નગરાળા બેઠક પર ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર રુમાલભાઇ ડામોર વિજેતા બન્યા હતા પરંતુ તેઓ હવે તેમના કામ નથતા હોવાથી કોંગ્રેસથી નારાજ થયા છે અને તેમણે બીટીપીનો હાથ પકડી લીધો છે. તેમના વિસ્તારમાં નગરાળા,નસીરપુર અને નીમનળિયા એમ ત્રણ ગામોનો સમાવેશ થાય છે ત્યારે આ ત્રણેય ગામોમાંથી તેમના 50 થી વધુ સમર્થકો પણ તેમની સાથે બીટીપીમાં જોડાઇ ગયા છે.આમ જો તેઓ બીટીપીમાંતી ચુંટણી લડશે તો કોંગ્રેસના મતોનું ઘ્રુવીકરણ થઇ શકે તેમ હોવાથી આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે તેવુ હાલમાં લાગી રહ્યુ છે. કારણ કે આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાઇ પણ શકે છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.