ગુંચવણ:દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં ઉમેદવાર જાહેર કરવામાંં ગુંચવણ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારીખ 17મી નવેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે

દાહોદ જિલ્લામાં ગત તા.10મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડ્યા બાદ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારોના નામ જાહેર કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતાં. આખા દાહોદ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, દાહોદની છ બેઠકો પૈકી ઝાલોદ, દાહોદ અને ગરબાડામાં ઉમેદવારો જાહેર કરવા બાબતે ભાજપ અને કોંગ્રસ પાર્ટી વિવિધ કારણોસર મૂંઝવણ અનુભવી રહી છે.

દાહોદ જિલ્લામાં 17 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે બંને પક્ષના મોવડી મંડળ દ્વારા કોણ ઉમેદવાર હશે તે કળવા દેવામાં આવ્યું નથી. ભાજપ અને કોંગ્રેસ માટે આ ત્રણે બેઠકો હાલ તો નાકનો વિષય છે. ત્યારે ઝાલોદ અને ગરબાડામાં ભાજપ દ્વારા હાલ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. તો ત્રણ ટર્મથી અંકે રહેલી દાહોદ બેઠક ઉપર પણ કોંગ્રેસ દ્વારા હાલ સુધી ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...