પતિ, સસરા, તેમજ અન્ય સાસરીયા બદચલન હોવાના આરોપ મૂકી પરિણીતાને બાપના ઘરે જતી રહેવા દબાણ કરતા હતા. ઝઘડો તકરાર કરી લગ્નમાં ચડાવેલા દાગીના લઈ લીધા પછી મારમારી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ તમામ સામે ફરિયાદ નોંધાવી છે.
તારે અહીં રહેવાનુ નથી,તુ કિરણને ગમતી નથી
લીમખેડાની 27 વર્ષીય યુવતીના લગ્ન બાદ થોડા સમયમાં પતિ પિયરમાં મુકી આવ્યો હતો. તે પછી પરિણીતાની સાસરીમાં ગઈ હતી. જેથી તેની સાસરીના લોકોએ કહ્યુ કે, તારે અહીંયા રહેવાનું નથી, તું અમારા છોકરાને ગમતી નથી, અમે તને રહેવા દેવાના નથી. તું ખરાબ ચારીત્ર્યની છે તુ અમારા ઘરમાં શોભે નહીં.
તારા મા-બાપ નબળા છે,તારા બાપના ઘરે જતી રહે
તારા મા-બાપ નબળા છે. તું તારા બાપના ઘરે જતી રહે, નહીં તો તુ જીવતી નહી રહે. તેમ કહી બેફામ ગાળો બોલી ઝઘડો તકરાર કરી પરિણીતાને લગ્નમાં ચડાવેલા દાગીના તેની પાસેથી સાસરીયાવાળાઓએ લઈ લીધા હતા. પતિએ મારઝુડ કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ઘરમાંથી કાઢી મૂકી શારીરીક અને માનસીક ત્રાસ આપ્યો હતો. આ સંબંધે પરિણીતાએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.