તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ત્રાસ આપતાં સાસરિયાં તથા શોક્ય સામે પરિણીતાની ફરિયાદ

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમિકાને પત્ની તરીકે લાવી પ્રથમ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી

ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામની 22 વર્ષિય નેહલબેનના લગ્ન દોઢેક વર્ષ પહેલા પીપળાપાણીના દિલીપભાઇ બારીયા સાથે થયા હતા. લગ્ન જીવનના શરૂના એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સસરા, મસુલભાઇ બારીયા, સાસુ કાંતાબેન બીરાયાએ તને ઘરનું કામકાજ બહાર આવડતું નથી અમારે તને રાખવી નથી તુ તારા બાપના ઘરે જતી રહે તેમ કહી અવાર નવાર ગાળો બોલી ત્રાસ આપતા હતા અને પીપળાપાણી ગામની કલ્પનાબેન કિર્તનભાઇ નીનામા સાથે પ્રેમસંબંધ હોઇ જેથી છૂટાછેડા આપવા માટે અવાર નવાર હેરાન કરતા હતા. ત્યાર બાદ ચારેક મહિના અગાઉ પતિ દીલીપ બારીયા એક પત્ની હયાત હોવા છતાં કલ્પનાબેન નામની યુવતીને પોતાની બીજી પત્ની તરીકે રાખવામાં લઇ આવ્યો હતો. ત્યાર બાદ નેહલબેનને પતિ દીલીપ બારીયા, સાસુ કાંતાબેન બારીયા તથા તેની સોતન કલ્પનાબેન બારીયા અવાર નવાર ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા નેહલબેને પિયરમાં આસરો લીધો હતો. જેથી નેહલબેને પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય આ સંદર્ભે પતિ, દિલીપ સોતન કલ્પાબેન તથા સાસુ સસરા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ દાહોદ મહિલા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો