તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાહોદ તાલુકામાંથી વધુ બે બાઇકની ચોરીની ફરિયાદ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ શહેર અને ગલાલિયાવાડની ઘટના

દાહોદ શહેર અને નજીક આવેલા ગલાલિયાવાડમાંથી બાઇકની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ છે. શોધખોળ બાદ પણ બંને બાઇકનો કોઇ જ પત્તો નહીં મળતાં અંતે શહેર અને તાલુકા પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરમાં બનેલી ઘટનામાં મથુરદાસની ચાલમાં રહેતાં નિકુંજ દેવેન્દ્રભાઈ પંચાલે ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલી બાઇકની તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બાઇકની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. અંતે નિકુંજભાઈ પંચાલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે આવેલ જનની હોસ્પિટલની સામે બનાવ બન્યો હતો.15મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં દિનેશભાઈ સમુડાભાઈ કિશોરી કોઈ કામ અર્થે આવ્યાં હતાં. પોતાની બાઇક હોસ્પિટલની સામે લોક મારી પાર્ક કરી હતી. તકનો લાભ લઇને તસ્કરો આ બાઇકની ચોરી કરી ગયા હતાં. આ અંગે દિનેશભાઇની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...