જાતીય સતામણી:​​​​​​​દાહોદના ગલાલીયાવાડમા 10 વર્ષની બાળકીની શખ્સે જાતીય સતામણી કરતા ફરિયાદ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડરી ગયેલી બાળકીએ પરિવારને જાણ કરતા ફફડાટ ફેલાયો

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક શખ્સે 10 વર્ષીય બાળકી ઉપર જાતિય હુમલો કરી જાતીય સતામણી કરી હતી. આ મામલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ગત તા.15મી નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે વિનાયક રેસીડેન્સીની બાજુમાં જીવનદીન સોસાયટીમાં રહેતો જોયકુમાર વિનોદરાવ ગણાવાએ દાહોદ તાલુકામાં રહેતી એક 10 વર્ષીય સગીરાને જબરજસ્તીથી જાતીય સતામણી કરી હુમલો કર્યો હતો. આ અંગેની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતાં પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...