તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેળકુવાની યુવતીના અશ્લીલ ફોટો-લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં ફરિયાદ

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામના યુવકે એક 21 વર્ષિય યુવતીના ફોટા તથા લખાણ સોશિયલ મિડીયામાં વાયરલ કરી યુવતીના પરિવારને ફોન કરી ધમકી આપ્યાનો બનાવ સાગટાળા પોલીસ મથકે નોંધાયો છે. દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામનો નરેશ પર્વત બારીયાએ તા.10મીના રોજ તાલુકાના એક ગામની એક 21 વર્ષિય યુવતીના અશ્લિલ ફોટા તથા લખાણ તેના મોબાઇલથી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતાં.

આ ઉપરાંચફોન દ્વારા યુવતીના પરિવારના લોકોને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. નરેશે આ હરકત કયા કારણોસર કરી હતી તે જાણવા મળ્યુ નથી. આ સંદર્ભે યુવતીએ સાગટાળા પોલીસ મથકે નરેશ પર્વત બારીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...