ફરિયાદ:લીમડાબરામાં આડા સંબંધની શંકા રાખી ત્રાસ આપતાં ફરિયાદ

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનું ચાલુ કરવા પતિ દ્વારા દહેજની માંગણી પણ કરાતી હતી

રાછરડાની કામીનીબેન સરતાણાના લગ્ન લીમડાબરાના જગજસિંહ લબાના પુત્ર વિશાલ સાથે થયા હતા. વિશાલના માતા-પિતા વડોદરા રહેતા હોઇ લગ્નના એક અઠવાડીયા બાદ કામીનીબેન તથા પતિ તથા સાસુ સસરા બધા વડોદરા જતા રહ્યા હતા. ત્યાર બાદ પતિ વિશાલે કામીનીબેનને ત્રણેક માસ સારી રીતે રાખ્યા બાદ પર પુરૂષ સાથેના આડા સંબંધનો વહેમ રાખી અવાર નવાર ઝઘડો તકરાર કરવા લાગ્યો હતો. અને તુ તારા બાપના ઘરેથી પાંચ લાખ રૂપિયા લઇ આવ તેમ કહી દહેજની માંગણી કરી કામીનીબેન સાથે મારકુટ કરી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપતો હતો. તેમજ સાસુ સંગીતાબેન જગતસિંહ લબાના તથા સસરા જગતસિંહ નવલસિંહ લબાના પણ કામીનીબેનને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ વડોદરાથી ઘરે આવતા ત્યારે નણંદ હેમાક્ષીબેન અવાર નવાર મેણા ટોણા મારતી હતી. તેમ છતાં કામનીબેન બધાનુ મુંગા મોઢે સહન કરી હતી.

આખરે કામીનીબેન દોઢ મહિનાથી પહેરેલ કપડે તેના પિતાના ઘરે આવી જતાં તેના પિતાએ અવાર નવાર ફોન કરી પુત્રીને સાસરીમાં લઇ જવાનું જણાવવા છતાં પતિ વિશાલ લેવા આવ્યો ન હતો. જેથી પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય કામીનીબેને પતિ, સાસુ સસરા તથા નણંદ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...