તપાસમાં ભાંડો ફૂટયો:ધાનપુરના અગાશવાણી બ્રાન્ચના તત્કાલિન પોસ્ટ માસ્તર સામે 2.61 લાખની ઉચાપતની ફરિયાદ

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધાનપુર તાલુકાના અગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસના તત્કાલીન પોસ્ટ માસ્ટરે તેમની સરકારી ફરજ દરમિયાન રૂપિયા 2,61,000 જેટલી સરકારી રકમની હંગામી ઉચાપત કરી હતી.તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ઉચાપત કરતા તપાસ હાથ ધરાઈ હતી
ધાનપુરના અગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં તત્કાલીન પોસ્ટ માસ્તર તરીકે મંગાભાઈ માનસીંહભાઈ પલાસ ફરજ બજાવતા હતા.તે દરમિયાન તા. 9/2/22 થી તા. 22/6/22 દરમ્યાન તેમની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન સરકારી નાણા રોકડા રૂપિયા 2,61,000 જેટલી માતબર રકમની પોસ્ટ ઓફીસમાંથી હંગામી ઉચાપત કરી હતી.

ખાતાકીય તપાસમાં કસુરવાર ઠર્યા
​​​​​​​
જેની ખાતાકીય તપાસ દેવગઢ બારીયા સબડીવીઝનમાં રહેતા અને દેવગઢ બારીઆ સબડીવીઝનના પોસ્ટ ડીપાર્ટમેન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે હાથ ધરી હતી.જેમાં પોસ્ટ માસ્તર મંગાભાઈ માનસીંહભાઈ પલાસ કસુરવાર હોવાનું જણાઈ આવતા પોસ્ટ ડીપાર્ટમન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે ધાનપુર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર મંગાભાઈ માનસીંહભાઈ પલાસ વિરૂધ્ધ ઈપિકો કલમ 409 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...