લગ્ને લગ્ને કુંવારા:લીમખેડાનાં મોટી બાંડીબારમાં એક પત્ની હોવા છતાં બીજી પત્ની ઘરે લાવતા ફરિયાદ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રસ્ત પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓ ફરાર નોંધાવી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે બીજી પત્ની લાવવા માટે પતિ તથા સાસરીયા દ્વારા પરિણીતા પર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા. કાયદેસરની એક પત્ની હયાત હોવા છતા બીજી પત્ની લાવી ઘરમાં બેસાડી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાયાનું જાણવા મળ્યું છે.

બીજી પત્ની લાવવા ત્રાસ ગુજાર્યો​​​​​​​
પ્રાપ્ત વિગત અનુસાર મોટી બાંડીબારના સગુમ ફળીયામાં રહેતા મહેશભાઈ મોહનભાઈ ભુરીયાને બીજી પત્ની લાવવાની હતી. તે માટે તેની પત્ની 30 વર્ષીય લક્ષ્મીબેન મહેશભાઈ બારીયાને મુકેશભાઈ ચતુરભાઈ બારીયા તથા કાળીબેન મુકેશભાઈ બારીયાની ચઢામણીથી અવાર નવાર ગાળો બોલી ઝઘડો તકરાર કરી મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતા હતા. પોતે કાયદેસરની પત્ની હયાત હોવા છતા લીમખેડા તાલુકાના મોટીવાવ ગામની રાધાબેન કમલેશભાઈ તડવી નામની યુવતીને બીજી પત્ની તરીકે લાવી ઘરમાં બેસાડી દીધી હતી.

પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આ સંબંધે પતિ તથા સાસરીયાના ત્રાસથી કંટાળી લક્ષ્મીબેન મહેશભાઈ બારીયાએ પોતાનાં પતિ મહેશભાઈ મોહનભાઈ બારીયા, મુકેશભાઈ ચતુરભાઈ બારીયા, કાળીબેન મુકેશભાઈ બારીયા તથા મોટીવાવ ગામની રાધાબેન કમલેશભાઈ તડવી વિરૂધ્ધ લીમખેડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...