જાહેરનામા ભંગની ફરિયાદ:ખરોદામાં લાકડીઓ રાખી ફરતા 5 સામે જાહેરનામા ભંગની ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરોદા ગામતળ ફળિયામાં કારમાં શંકાસ્પદ લોકો મળ્યાં
  • ગાડીમાંથી પાંચ લાકડીઓ મળતાં ખરોદાના પાંચ સામે ગુનો

દાહોદ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. ઓ.એચ.ભાભોર તથા સ્ટાફના પ્રિતકુમાર રમેશભાઇ તથા એક હોમગાર્ડ અને બે એસ.આર.પી.ના જવાનો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધીત મતદાનની આગલી રાતે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મધ્યરાતે 3.30 વાગ્યાના અરસામાં ખરોદા ગામતળ ફળિયામાં એક ઇકો ગાડીમાં કેટલાક લોકો શંકાસ્પદ જણાઇ આવતા પુછપરછ કરતાં તેઓએ ગલ્લા તલ્લા કરતાં ગાડીમાં બેઠેલા ખરોદા ગામના રેવસીંગ શકરીયા નીનામા, દેવસીંગ સોમા નીનામા, અજય કાળુ નિનામા, શૈલેષ સીમળીયા ભાભોર તથા રસુ કાળીયા પરમારને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં લાકડાના પાંચ ડંડા મળી આવ્યા હતા.

ગાડીમાં મારક હથિયારો વાંસના લાકડા રાખી ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેરનો જાહેરનામાનો ભંગ કરતાં તેમની વિરૂદ્ધ તાલુકા પોલીસે 188ની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...