વિવાદ:છાપરી ગામમાં આકારણી માગતા યુવકને તલાટી સહિતના લોકોએ મારતાં ફરિયાદ

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર ઇસમે પથ્થર વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી
  • તલાટીએ પણ પોતાની ઉપર હુમલો થયો હોવાની અગાઉ ફરિયાદ નોંધાવી હતી

દાહોદ તાલુકાના છાપરી ગામે ગ્રામ પંચાયતમાં વ્યક્તિ મકાનની આકારણી માંગવા જતાં ગ્રામ પંચાયતના તલાટી સહિત તેની સાથેના અન્ય ત્રણ મળી કુલ ચાર વ્યક્તિએ પથ્થર વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. છાપરી ગામે માવી ફળિયામાં રહેતાં ભાવેશભાઈ રતનભાઈ માવીને ચાર મકાનની આકારણી કરાવી હતી. જેમાંથી તેમને ત્રણ મકાનની આકારણી મળી ગઈ હતી.

એક મકાનની આકારણી બાકી હોઈ ગત તા.10મી જાન્યુઆરીના રોજ છાપરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પારસીંગભાઈ હીમસીંગભાઈ હઠીલા પાસે આકારણી લેવા જતા તલાટી પારસીંગભાઈ દ્વારા ભાવેશભાઈને ગાળો બોલી , તું કેમ આકારણી માંગે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ભાવેશભાઈને ધારવાળો પથ્થર હાથના ભાગે માર્યો તેમજ તલાટી પારસીંગભાઈનું ઉપરાણું લઈને બાબુભાઈ નનસુખભાઈ હઠીલા, કમલેશભાઈ નનસુભાઈ હઠીલા અને કાળુભાઈ કાનજીભાઈ નિનમાએ ભાવેશભાઈને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ સંબંધે લલિતભાઈ રતનભાઈ માવીએ તલાટી સહિત ચાર ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનિય છે કે, તલાટીએ પણ પોતાની ઉપર હુમલો થયો હોવાની પહેલી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...