ઝાલોદ નગરના ડબગરવાસમાં બનેવીને ખોટી ચઢામણીઓ કરી બહેનનો ઘરસંસાર બગાડવાના આક્ષેપ સાથે એક ઈસમે હુમલો કર્યો હતો.એક વ્યકિતને માથાના વચ્ચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઈ છે.
હથોડીથી હુમલો કરી ઈજા પહોંચાડી
ઝાલોદના ડબગરવાસમાં રહેતા જગદીશભાઈ સુરેશભાઈ ચૌહાણ ગતરોજ સાંજે છ વાગ્યાના સુમારે તેના ફળિયામાં રહેતા 55 વર્ષીય રમણભાઈ જેઠાભાઈ દેવડાના ઘરે ધસી ગયા હતા. ઘરમાં ઘુસી
'તુ મારા બનેવીને બગાડે છે' તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી તેના હાથમાંની હથોડી વડે રમણભાઈ જેઠાભાઈ દેવડા પર હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્તને દવાખાને લઈ જવા પડ્યા
હથોડી તેમના ડાબા ગાલ ઉપર તથા માથામાં વચ્ચેના ભાગે મારી દઈ ગંભીર ઈજાઓ કરી ફ્રેક્ચર કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ગંભીર ઈજાગ્રસ્ત રમણભાઈ દેવડાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સંબંધે રમણભાઈ જેઠાભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે જગદીશભાઈ સુરેશભાઈ ચૌહાણ વિરૂધ્ધ ઈપિકો કલમ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.