તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દાહોદ જિ.માંથી બે તરુણીના અપહરણ કરાતાં ફરિયાદ, દાહોદ શહેરના શકમંદ અને સીંગોરના યુવક સામે ગુનો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપરના જલારામ પાર્ક સોસાયટીમાં રહેતો શકમંદ યુવક સંદીપ વ્યાસ તા.30ના રોજ સાંજના અરસામાં નરસિંહ કોલોનીથી 16 વર્ષ અને 4 માસની તરૂણીને લલાવી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવાના ઇરાદે ભગાડી લઇ જઇ અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ તરૂણીના પરિવારને થતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરૂણીના પિતાએ શંકાના આધારે સંદીપ વ્યાસ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

બીજી ઘટનામાં દેવગઢ બારિયાના સીંગોર ગામનો સુરેશ હિમ્મત બારીયા તા.1 જાન્યુઆરીના રોજ દુધીયા ગામેથી 16 વર્ષ અને 7 માસની સગીરાને પ્રેમના પાઠ ભણાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. શોધખોળ કરવા છતાં આજદિન સુધી તરૂણીનો કોઇ પત્તો નહી લાગતાં આઠ મહિના બાદ તરૂણીના પિતાએ સુરેશ હિમ્મત બારીયા સામે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...