તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Complaint Of Abduction Of Missing Sagira Going To Santrampur School From Sukhsar, Principal Says Sagira Did Not Come To School

તપાસ:સુખસરથી સંતરામપુર શાળાએ જતી સગીરા ગુમ થતાં અપહરણની ફરિયાદ, આચાર્યે સગીરા શાળામાં ન આવ્યાનું જણાવ્યું

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુખસર વિસ્તારની 16 વર્ષીય સગીરા રોજની જેમ ત્રણેક દિવસ અગાઉ સંતરામપુરની શાળામાં અભ્યાસ અર્થે જવા નીકળી હતી. જેમાં મોડી સાંજ સુધી તે પરત ઘરે આવી ન હતી. જેથી પરિવારજનો દ્વારા તપાસ કરવા છતાં સગીરાનો પત્તો લાગ્યો ન હતો. સંતરામપુરની શાળામાં જઇને પણ તપાસ કરતા ગુમ થયાના દિવસે સગીરા શાળામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગુમ સગીરાનું અપહરણ થયાની બાબતે સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો અને ઝાલોદ સી.પી.આઇ. બી.આર સંગાડા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી હતી.

જ્યારે માંડવ ગામનો લાલુ નાયક તા.8 જુલાઇએ સવારે નાડાતોડ ગામેથી એક સગીર વયની હોવાનું છતાં તેને ફોસલાવી પટાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારજનોને થતાં સગીરાની માતાએ લાલુ પારસિંગ નાયક વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી બારિયા સર્કલ પી.આઇ. બી.બી.બેગડીયાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...