ક્રાઇમ:ગાંગરડી અને નાનીમલુથી સગીરાઓનાં અપહરણ, શોધખોળ બાદ પત્તો નહીં મળતાં ફરિયાદ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગરબાડા-ધાનપુર તાલુકામાંથી અપહરણ

દાહોદ જિલ્લાના ગરબાડા તથા ધાનપુર તાલુકામાંથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા માટે અપહરણ કર્યાના કિસ્સા સામે આવ્યા હતાં. સગીરાઓનો શોધખોળ છતાં કોઇ જ પત્તો નહીં મળતાં અંતે તેના માવતર દ્વારા પોલીસ મથકે ફરિયાદો નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનપુર તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરાને બિહાર રાજ્યનો રાજકિશોકુમાર નામક યુવક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાંથી સગીરાનું 30 ઓક્ટોબરે અપહરણ કરાતા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઇ જ પત્તો મળ્યો ન હતો. સગીરાના વાલિ દ્વારા અંતે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધાનપુર તાલુકાના નાનીમલુ ગામેથી 24મી ઓક્ટોબર રોજ ધાનપુર તાલુકાના ધનારપાટીયા ગામે રહેતો વિપુલભાઈ કનુભાઈ ભુરીયા એક સગીરાનું રાત્રીના સમયે તેના ઘરેથી અપહરણ કરી ગયો હતો. આ સગીરાનો પણ કોઇ જ પત્તો મળ્યો ન હતો. અંતે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...