6 લાખના માલની હેરાફેરી:દાહોદના મેગા GIDCમાંથી ક્વિન્ટલ બંધ ઘઉ બીજે વેચી મારતા ફરિયાદ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલી મેગા GIDC ખાતે એક ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી એક ટ્રકમાંથી ચાર જેટલા ઈસમોએ ઘઉંનો રુ. 6,60,193નો જથ્થો એકબીજાના મેળાપીપણમાં નિર્ધારિત સ્થળે મોકલ્યો ન હતો. બીજે ઠેકાણે જથ્થો વેચી મારી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતા આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ત્રિપુટીએ એક બીજાના મેળાપીપણામા જથ્થો ખરીદ્યો હતો
ગત તા.13મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરેડી ગામે આવેલી મેગા જી.આઈ.ડી.સી. ખાતે દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલની ભવ્ય ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી એક ટ્રક (ટ્રેલર)માંથી અલ્પેશભાઈ ધીરજભાઈ ઠક્કર (રહે. ભુજ), વિપુલકુમાર શૈલેષકુભાઈ ઠક્કર (રહે. કચ્છ), અમિત ચૌહાણ (રહે. કચ્છ) અને પ્રકાશકુમાર કુંભારામે (રહે. રાજસ્થાન) એકબીજાના મેળાપીપણામાં ઘઉંનો જથ્થો લીધો હતો. કિંમત રુ. 6,60,193નો ઘઉંનો જથ્થો ગાંધીનગરની એક કંપનીને ન પહોંચાડી વેચી મારી દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે દિપકકુમાર ઘનશ્યામભાઈ અગ્રવાલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...