મોટા હાથીધરા ગામના જેસીંગભાઇ ડાંગીના સંબંધીની ગાડીથી તા.26 એપ્રિલે અગાસવાણી ગામે જાનની વર્ધીમાં જતી વેળા ચાલક કાંતીભાઇ કોળીએ પીપોદરાના બાઇક ચાલકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું.
પીકઅપના ડ્રાઇવરને રજુ કરવા ધાનપુર પોલીસ મથકે આવ્યા હતા બાદ ધાનપુર પોલીસે પુછપરછ કરી કાગળોની ચકાસણી કરી ડ્રાઇવરની અટક કરી અને પીકઅપનું આરટીઓ પરીક્ષણ પૂર્ણ થતા ગાડીનો કબ્જો સોપતાં જેસીંગ તથા સંજય પટેલ પીકઅપ લઇને ઉમેદપુરા જવા નીકળ્યા હતા.
અકસ્માતની અદાવત રાખી અગાસવાણી ગામે હથિયારો ધારણ કરી ઉભેલા અર્જુન ચૌહાણ, મથુરબાઇ બારીયા, મહેશ બારીયા, પ્રતાપ બારીયા, લક્ષ્મણ ચૌહાણ, અલ્પેશ ઉડણીયા, લક્ષ્મણ પલાસ, નવલ બારીયા, અરવિંદ ચૌહાણ, નીલેશ ચૌહાણ, વિનોદ બારીયા, ભરતુ ચૌહાણ, શૈલેષ ચૌહાણ, દીલીપ ચૌહાણ, સરદાર ચૌહાણ તમામ પીપોદરાના તથા અગારવાણીના મોહન ચૌહાણ અને અન્યોએ રોડ પર ટ્રેક્ટર આડુ રસ્તો રોકી પીકઅપ ઉભી રખાવી તોડફોડ કરી 50,000નું નુકસાન કર્યું હતું.
તેમજ સંજય પટેલ સાથે ઝપાઝપી કરી મોબાઇલ તોડી નાખી નાખ્યો હતો. ગાળો બોલી જાનથી મારવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે જેસીંગભાઇ રૂપસીંગભાઇ ડાંગીની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે 17ના ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.