તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પહેલી પત્ની હયાત હોવા છતાં બીજી લઇ આવતાં પતિ વિરુદ્ધ ફરિયાદ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયા તથા દુધીયાની મહિલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી

લીમખેડાના ઝાલોદ રોડ ઉપર રહેતા સોનલબેન રિન્કેશભાઇ પ્રજાપતિના લગ્ન આશરે 12 વર્ષ અગાઉ રિન્કેશભાઇ પ્રેમચંદભાઇ પ્રજાપતિ સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન બન્નેને સંતાનમાં એક 12 વર્ષની છોકરી અને 5 વર્ષનો છોકરો છે. લગ્નજીવનના આઠેક વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિ રિન્કેશ, સસરા અને દિયર દ્વારા તને ઘરનું કામકાજ બરાબર આવડતુ નથી અને તને રાખવાની નથી તેમ કહી અવાર નવાર ગોળો બોલી મારઝુડ કરી સોનલબેનને હેરાન પરેશાન કરતા હતા.

સસરા, દિયર, પતિને ખોટી રીતે ચઢામણી કરી કહેતા કે તુ અમારા ઘરમાંથી નીકળી જા તને અમે રહેવા નહી દઇએ તેમ કહી ગાળો બોલી ઝઘડો તકરાર કરી અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપી મ્હેણા ટોણા મારી અને પિતા અને ભાઇઓની ખોટી ચઢામણીમાં આવી પહેલી પત્ની હૈયાત હોવા છતાં નવેક માસ અગાઉ દુધીયા ગામની દક્ષાબેન નામની છોકરીને બીજી પત્ની તરીકે રાખવામાં માટે લઇને ક્યાંક જતા રહ્યા હતા અને અઠવાયીડાથી તેઓ લીમખેડા રહેવા આવી ગયા છે.

ગતરોજ પતિ રિન્કેશ તથા બીજી પત્ની દક્ષાબેન અને દિયર કિરીટ અને મુકેશ ઉશ્કેરાઇને તુ અમને ઘરમાં રહેવા નહી દઇશ તો તને પણ ના રહેવા દઇએ તેમ કહી ગાળો બોલી મારઝુડ કરી હેરાન કરી ત્રાસ આપી પહેરેલ કપડે સોનલબેનને ઘરમાંથી કાઢી મુકી હતી અને પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોવાથી સોનલબેને પતિ, સસરા, બન્ને દિયરો અને બીજી પત્ની તરીકે લઇ આવેલ દક્ષાબેન વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...