વિવાદ:દહેજ મુદ્દે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા દેહગામના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઇ

દહેજના રૂપિયાની માંગણી કરી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા દાહોદની યુવતીએ દહેગામના સાસરિયાઓ વિરુદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સાસરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદના પુરબિયાવાડની કોમલબેન મિલિન પટેલના લગ્ન તા.25 મે’2019ના રોજ દેહગામના હસમુખભાઇ ચુનિલાલના છોકરા મિલિન સાથે થયા હતા. પતિ મિલિને 5 મહિના સારી રીતે રાખેલ બાદ સાસુ ગીતાબેને કોમલબેન પાસેથી દાગીના પણ લઇ લીધા હતા.

બાદ કોમલબેન અને પતિ મિલિન પુના રહેવા ગયા હતા. કોમલબેનને સારા દિવસો હોવાથી તેઓ પાછા દહેગામ આવ્યા હતા. પતિ મિલિન દારૂના નશામાં આવી પરેશન કરી તુ તારા બાપના ઘરેથી દહેજના રૂપિયા તથા સોનુ લાવી નથી કહી ગાળો બોલી મારઝુડ કરતા હતા. ત્યારે પ્રસુતીમાં છોકરીનો જન્મ થતાં મેણા મારવા લાગે અને કહેતા કે અમારે તો છોકરો જોય તો હતો કહી ધમકાવતા અને ઘરમાંથી નીકળી જા કહી પિતાના ઘરે મુકી ગયા હતા. 3 મહિના પિયરમાં રોકાયા બાદ સાસરીમાં જતાં ફરીવાર ઝઘડો કરવા લાગેલ અને સોનુ તથા રૂપિયા માગ્યા કેમ ના લાવી કહી પરેશાન કરતા હતા.

મારઝુડ કરતા અને ત્રાસ આપતાં હતા. પરંતુ સમાજના આગેવાનો ભેગા મળી સમાધાન કરવા જણાવેલ છતાં ફરક પડ્યો ન હતો. જેથી કોમલબેને પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોઇ પતિ, સહિત સાસુ સસરા અને દીયર વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...