ફરિયાદ:ચૂંદડીની પરિણીત યુવતીને ત્રાસ આપતાં પોયાડાના સાસરિયાઓ સામે ફરિયાદ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી પહેરેલ કપડે પિતાને ઘરે આવ્યા છતાં ફરક નહી પડતાં અંતે પોલીસ શરણે

ચૂંદડી ગામની પરણિત યુવતીને ઘરના કામકાજ મુદ્દે અને તને ઘરમાં રાખવી નથી ઘરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપતાં દોઢ વર્ષથી પિતાના ઘરે આવેલી યુવતીએ પોયાડા ગામના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સીંગવડ તાલુકાના ચૂંદડી ગામની 34 વર્ષિય રેખાબેન ગોરાંગકુમાર પટેલના લગ્ન તા.23 જુન’2020ના રોજ શહેરા તાલુકાના પોયાડા ગામે રહેતા અશ્વિનભાઇ પટેલના છોકરા ગોરાંગ સાથે થયા હતા.

ત્યારે રેખાના પતિ ગૌરાંગ ગોધરાની સ્કૂલમાં નોકરી કરતાં બન્ને ગોધરા રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પતિ ગૌરાંગકુમારે રેખાબેનને ત્રણ માસ જેવુ સારી રીતે રાખ્યા બાદ ગાળો બોલી તને રાખવી નથી તેમ કહી અવાર નવાર મ્હેણા ટોણા મારતો હતો. તેમજ ઘરનુ કામકાજ બરાબર કરતી નથી, ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી ઘરમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી શારીરિત માનસિક ત્રાસ આપતા હતા. તેમજ સસરા અશ્વિનભાઇ પટેલ, સાસુ મીનાબેન પટેલ, કાકા સસરા મુકેશભાઇ ચતુરભાઇ પટેલ અને મહેશભાઇ ચતુરભાઇ પટેલ તેમજ કાકી સાસુ કૈલાસબેન મહેશભાઇ પટેલ પણ અવાર નવાર મ્હેણા ટોણા મારી રેખાબેનના પતિ ગોરાંગકુમારને ચઢામણી કરી શારીરિત માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘર સંસાર બગડે નહી તે માટે રેખાબેન બધાનુ મુંગા મોઢે દુખ સહન કરતી હતી.

પરંતુ પતિ તથા સાસરિયાઓમાં કોઇ પણ જાતનો ફરક પડ્યો ન હતો. જેથી રેખાબેન પહેરેલ કપડે છેલ્લા દોઢેક વર્ષથી તેમના પિતાને ઘરે રહેવા આવી ગયા છતાં પતિમાં કોઇ પણ ફરક પડ્યો ન હતો. જેથી પોતાનો ઘર સંસાર ચાલે તેમ ન હોય રેખાબેને પતિ ગોરાંગકુમાર તથા સાસુ, સસરા અને બે કાકા સસરા અને એક કાકી સાસુ સહિત છ લોકો વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...