પીડિતા પોલીસના શરણે:દાહોદની પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતાં લુણાવાડાના સાસરીયાંઓ સામે ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના આઠ વર્ષો બાદ ખટરાગ થયો, પરિણીતા હાલ પિયરમાં રહે છે

દાહોદ શહેરમાં રહેતી એક લઘુમતિ કોમની પરિણીત યુવતી હાલ તેના પિયરમાં રહે છે. પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પરિણીતા દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સુજાઈબાગ ખાતે હાલ પોતાના પિયરમાં રહેતાં પરિણીતાનાં લગ્ન મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રહેતા બૂરહાન પાનવાલા સાથે તારીખ 24 નવેમ્બર, 2013ના રોજ સમાજના રિતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન પરિણીતાને સંતાનમાં એક પુત્રી પણ છે. લગ્નના થોડા સમય બાદ પતિ તથા સાસરીપક્ષના અબ્બાસ પાનવાલ, ખોઝેમ અબ્બાસ પાનવાલ, યાસ્મીન ખોઝેમ પાનવાલા, મહોમંદ ફકરૂદ્દીન વ્હોરા, ઝેનબ મોહંમદ વ્હોરા, તાહેરા કુત્બુદ્દીન વિરપુરવાલા અને કુત્બુદ્દીન વિરપુરવાલા નામના લોકોએ પરિણીતાને અવાર નવાર મેણાં-ટોણાં મારી શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

આ સિવાય આ શખ્સોએ પરિણીતાને "તને અમારે રાખવાની નથી, તું તારા બાપાના ઘરે જતી રહે, તને અમારા ઘરમાં રાખવાની નથી, તને છુટાછેડા આપી દેવાના છે, તું સારી નથી" તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...