તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરીયાઓનો ત્રાસ:ગરબાડાના ભીલોઈમા પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરીયાઓ સામે ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી પત્ની લાવવાની છે તેમ કહી પરિણીતાને પરેશાન કરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલોઈ ગામે રહેતી એક 24 વર્ષીય પરિણીતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. આ સંબંધે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતી 24 વર્ષીય મહિલાના લગ્ન ભીલોઈ ગામે નિશાળ ફળિયામાં રહેતાં અશ્વિનભાઈ રામસીંગભાઈ ઝણીયા સાથે તા.12/5/19ના રોજ સમાજના રિતીરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરિણીતાને પતિ અશ્વિનભાઈ તથા સાસરીયાઓ દ્વારા સારૂં રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને પતિ અશ્વિન, સાસરી પક્ષના રામસીંગ નેવાભાઈ, ધર્મેશ રામસીંગભાઈ તથા વિનુબેન ધર્મેશભાઈએ ગાળો બોલી, કહેલુ કે, અમારે તને રાખવી નથી, અમારે બીજી યુવતી લાવવાની છે, તું આ ઘરમાંથી નીકળી જા, તું અમને ગમતી નથી, તેમ કહી અવાર નવાર મેણાટોણા મારી, બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપતાં હતાં અને એક દિવસ પહેરેલા કપડે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ પોતાના પીયર દાહોદ તાલુકાના ભાઠીવાડા ઝેર ફળિયામાં આવી પહોંચી હતી અને આ સંબંધે પતિ તથા સાસરીયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...