છુટાછેડાની ધમકી:દાહોદમાં સગર્ભા પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન થયાના 2 માસ બાદથી પરિણીતાને હેરાન કરી છુટાછેડાની ધમકી આપી
  • દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી

દાહોદમાં શારીરિક માનસિત ત્રાસ આપી છ માસની સગર્ભા પરિણીતાને ઘરમાંથી કાઢી મુકતા પતિ સહિતના સાસરિયાઓ વિરૂદ્ધ પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દાહોદ જિલ્લાના કતવારા ગામના સરપંચ ફળિયામાં રહેતી 24 વર્ષિય સપનાબેન કાળુભાઇ મારૂના લગ્ન ચાર વર્ષ પૂર્વે દાહોદના સમીર હઠીલાના દવાખાનાની પાછળ રહેતા શ્યામભાઇ પપ્બુભાઇ પીઠાયા સાથે સમાજના રીત રીવાજ મુજબ થયા હતા.

લગ્ન જીવન દરમિયાન બન્નેને વસ્તારમાં બે પુત્ર છે અને હાલમાં સપનાબેનને છ મહિનાનો ગર્ભ પણમ છે. લગ્ન જીવન દરમિયાન શરૂના બે માસ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ શ્યામ દ્વારા સપનાબેનને મારે તને રાખવી નથી તુ તારા પિતાના ઘરે જતી રહે કહી અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

તેમજ સાસુ પપ્પુભાઇ મગનભાઇ પીઠાયા, સાસુ ભારતીબેન તથા નણંદ સાવીત્રીબેન અને દિયર ગોવિંદભાઇ પણ સપનાબેનને બિભત્સ ગાળો બોલી ધમકી આપી કહેતા કે તુ આ ઘરમાંથી નીકળી જા તને છુટા છેડા આપી દેવાના છે તેમ કહી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા સપનાબેન પિયર પિતાના ઘરે જતા રહ્યા હતા. અને પોતાનો લગ્ન સંચાલ ચાલે તેમ ન હોઇ ત્રાસથી કંટાળી જઇ પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...