તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખારવા ગામમાં મારામારી કરતાં ચાર સામે ફરિયાદ

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાધાનો કુકડો છૂટો મુકતાં તકરાર કરી હતી

ખારવા રોડના રતનાભાઇ ભાભોર સાંજના ઘરે હતા. ત્યારે ગોવિંદ ભુરીયા, રેમલા ભુરીયા, નરવત ભુરીયા તથા પપ્પુ ભુરીયાએ ઘરે બાધા રાખી હતી. જે બાધામાં મારવાનો કુકડાને છૂટો છોડતાં તે ભાગીને રતનાના ઘર તરફ ગયા હતા અને બાધાનો કુકડો આવ્યો છે તેમ કહેતા રતનાએ જણાવેલ કે કુકડો આવેલ હોય તો તમે ખોળી લો તેમ જણાવતાં કુકડો ઘરમાં મળ્યો ન હતો. ત્યાર બાદ રતના અને ચારે વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ગોવિંદ કલજીએ રતનાભાઇના છોકરા નગીનભાઇને ગાલ ઉપર થપ્પડ મારી દીધી હતી. આ દરમિયાન રતનાભાઇના પરિવારજનોએ બોલાચાલી કરવાની ના પાડતાં ગાળો બોલવા લાગેલ જેથી તેઓને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેઓના ઘર તરફ જતા રહ્યા હતા. ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો