બીભત્સ માંગણી:​​​​​​​દાહોદ તાલુકાની એક પરિણીતાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરનારા શખ્સ સામે ફરિયાદ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોન કરી ગાળો બોલી પરિણીતાને ધમકીઓ આપી

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક યુવકે એક પરિણીતાને ફોન કરવામા આવ્યો હતો.આ પરિણીતાને યુવકે ફોન પર બેફામ ગાળો બોલી શારીરિક સંબંધ રાખવા માટે ધાક ધમકીઓ આપતા પરિણીતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 7મી ઓક્ટોબરના રોજ સવારના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ તાલુકાના ભીલવાડા ગામે તળાવ ફળિયામાં રહેતો સંદીપભાઈ પ્રકાશભાઈ બિલોરેએ દાહોદ તાલુકામાં રહેતી એક 25 વર્ષીય પરિણીતાને મોબાઈલ પર ફોન કર્યો હતો.ફોન પર પરિણીતાને ગાળો બોલી પ્રેમ સંબંધ રાખવાની તથા શારીરિક સંબંધ માટેની બીભત્સ માંગણી કરી હતી. 'તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને છોડીશ નહીં તેવી ધમકીઓ આપી હતી'.

આ સંબંધે પરીણિતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...