કાર્યવાહી:ગર્ભવતી મહિલાને ઘરમાંથી કાઢી મુકતા પતિ સહિત 3 સામે ફરિયાદ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘તુ ગમતી નથી બીજી બૈરી લાવવાની છે’ કહી ત્રાસ અપાતો
  • સાત માસનો ગર્ભ હોવા છતાં પહેરેલ કપડે કાઢી મુકી

દાહોદમાં 21 વર્ષિય ગર્ભવતી પરીણિતાને શારીરિક માનસિક ત્રાસ આપી બીજી પત્ની લાવવાની છે કહી પહેરેલ કપડે કાઢી મુકતા પરીણિતાએ પતિ સહિત ત્રણ સાસરિયાઓ સામે દાહોદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દાહોદની 21 વર્ષિય રૂકૈયાબેન સુફીયાનભાઇ કુરેશીના લગ્ન આથી દોઢ વર્ષ અગાઉ મુસ્લીમ સમાજના રીત રીવાજ મુજબ જુનાવણકરવાસના સુફીયાનભાઇ રીજવાનભાઇ કુરેશી સાથે થયા હતા. રૂકૈયાબેનને હાલમાં 7 માસનો ગર્ભ પણ છે.

લગ્નના એક વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ સુફીયાને રૂકૈયાબેનને તને રાખવી નથી તથા રીજવાન કુરેશી અને સાહીન કુરેશીએ આ કામમાં સુફીયાનનો સાથ આપી રૂકૈયાને તુ અને ગમતી નથી કહી પરેશાન કરી ખોટી ચઢામણી કરી મારઝુડ કરાવતા હતા. ઘરમાંથી નીકળી જવાનું કહી બીજી બૈરી લાવવા માટે અવાર નવાર ગાળો બોલી મ્હેણા ટોણા મારી જાનથી મારવાની ધાક ધમકી આપી ત્રાસ આપતાં હતા. તેમજ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. સહિત 3 લોકો સામે દાહોદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...