ફરિયાદ:દાહોદમાં બે પુત્રી સાથે પહેરેલ કપડે કાઢી મૂકતાં ફરિયાદ

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાના ઘરેથી 6 લાખ લઇ આવવાનું કહી ત્રાસ અપાતો હતો

દાહોદની કાયનાત ઇસ્માઇલભાઇ વાયડાના લગ્ન તા.22 ઓગસ્ટ’14ના રોજ એમએન્ડપી હાઇસ્કૂલ સામે હાઉસિંગબોર્ડ સોસાયટીમાં રહેતા અને ધાનપુર તાલુકા પંચાયતમાં સીવીલ એન્જીનીયર તરીકે નોકરી કરતાં જાવેદભાઇ હબીબભાઇ બાંડીબારવાલાની સાથે મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.

તેઓને વસ્તારમાં 7 અને 5 વર્ષની બે પુત્રીઓ છે. સંયુક્ત પરિવારમાં રહેતા જાવેદભાઇ બહીરભાઇ બાંડીબારવાલાએ પત્ની કાયનાતને બે વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ મ્હેણા ટોણા મારી તુ મારા ઘરમાંથી નીકળી જા તેમ કહી મારકુટ કરતો હતો. ઘરમાંથી કાઢી મુકવાની જાવેદભાઇની ખોટી ખોટી ચઢાણીઓ કરતા હતા.

તેમજ આ તમા ભેગા મળી બિભત્સ ગાળો બોલી ચારીત્ર્ય પર શંકા કરી મારી નાખવાની ધમકીઓ આપતા અને તારા પિતાએ લગ્ન વખતે દહેજમાં કાંઇ આપ્યું નથી તુ તારા પિતાના ઘરેથી 6 લાખ રૂપિયા લઇ આવ કહી કાયનાતબેનને શારીરિક માનસિક ત્રાસ આપી બે છોકરીઓ સાથે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પિતના ઘરે પિયરમાં આવી ગયા હતા. જેથી પોતાનો ઘરસંચાર ચાલે તેમ ન હોય આખરે શારીરિક માનસિક ત્રાસથી કંટાળી કાયનાતબેને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...