ફરિયાદ:વેપાર માટે દુકાને આવતી પરિણીતા પર નજર બગાડી છેડતી કરતાં ફરિયાદ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ બહોત અચ્છે લગતે હો, મુજે તુમારા મેસેજ સેન્ડ કરો, કેમ છો જેવા મેસેજ કરી પરેશાન કરતો
  • બિભત્સ માંગણી કરી છેડતી કરી પોલીસમાં જાણ કરશો તો ફતેપુરામાં રહેવાનું ભારે પડશેની ધમકી

ફતેપુરાના બલૈયા રોડ ઉપર વહેતા અને અનાજ કરીયાણાની દુકાન ધરાવતાં વેપારીએ પોતાની દુકાને વેપાર અર્થે આવતી પરિણીતા ઉપર નજર બગાડી મોબાઇલ ઉપર મેસેજ કરવા ફ્રેન્ડશીપ કરવા તેમજ પ્રેમમાં ફસાવવા બિભત્સ માંગણીઓ કરી છેડતી કરી હતી. તેમજ પોલીસમાં જાણ કરશો તો ફતેપુરામાં રહેવુ ભારે પડી જશે તેવી ધમકીઓ આપતાં પરિણીતાએ વેપારી વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફતેપુરાના બલૈયા રોડ ઉપર રહેતા તથા કંકાસીયા ગામે અનાજ કરીયાણીની દુકાન ધરાવતાં સુમીતકુમાર મહેન્દ્રભાઇ અગ્રવાલ પોતાની દુકાને વેપાર અર્થે આવતી 20 વર્ષિય પરિણીતા ઉપર નજર બગાડી તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ આઇડીથી વિડીયો અને ઓડીયોકોલ, મેસેજ કરી પરિણીતાને મેસેજ કરૂ તો કોઇ વાંધો નહી ને ફ્રેન્ડશીપ કર શકતે હો આપ ક્યોકી આપ બહોત અચ્છે લગતે હો મુજે, તમારો નંબર સેન્ડ કરો કેમ છો, તેવા મેસેજ કરી પરિણીતાને હેરાન પરેશાન કરી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ પ્રેમજાળમાં ફસાવવા બિભત્સ માંગણીઓ કરી પરિણીતાની છેડતી કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ કરશો તો ફતેપુરામાં રહેવુ ભારે પડી જશે તેવી ધમકીઓ આપી હતી. આ સંદર્ભે પરિણીતાએ સુમીતકુમાર મહેન્દ્રભાઇ અગ્રવાલ વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...