તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરીદીનો આરંભ:દાહોદના બજારોમાં ખેતી વિષયક ચીજવસ્તુઓની ખરીદીનો આરંભ

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસની વસ્તુઓની ઉપયોગિતા હજુય યથાવત્ નોંધાઈ

ચોમાસાના આગમન પૂર્વે દાહોદ શહેરમાં બજારોમાં બુધવારે ખેતીવાડીને લગતી વિવિધ વસ્તુઓનું વેચાણ આરંભાયું હતું.દાહોદ સહિતના તાલુકાઓમાં વસતા ગ્રામજનોમાં હાટમાંથી થતી ખરીદીનું અનન્ય મહત્વ રહેલું છે. તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે, ત્યારે આગામી 8 -10 દિવસમાં દાહોદ ખાતે પણ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે એ સમયે ખેતી વિષયક અને ઘરવપરાશની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી ખેતીપ્રધાન વિસ્તાર દાહોદની આસપાસ મોટી સંખ્યામાં વસતા ગ્રામજનોએ આરંભી દીધી છે.

દાહોદના નેતાજી બજારના ઢાળ ઉપર કે દોલતગંજ બજારના ઢોળાવ ઉપર અનાજ માર્કેટની પાછળના ભાગે બેસતા પાથરણાવાળાઓ પાસે બુધવારે સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યાં હતા.‌ જોકે કોરોનાની ગાઈડલાઈન મુજબ અનેક ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલા અને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ અને જિલ્લાના અન્ય તાલુકાઓના હાટબજાર ઉપર લોકટોળા ન જામે તે આશયથી આશરે દોઢેક વર્ષથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

​​​​​​​વાંસની આઈટમોનું આકર્ષણ અને ઉપયોગિતા છે
ઈશ્વરદત્ત કલાકારીથી વાંસની અનેક ચીજવસ્તુઓનું જાતે જ ઉત્પાદન કરી રોજીરોટી રળતા આ નાના વેપારીઓને ચોમાસાના આ દિવસોમાં સારું માર્કેટ મળી રહે છે. દાહોદ વિસ્તારમાં વાંસમાંથી સાવરણા, ટોપલા, સુંપડા, નિસરણી, તરાપા, કમાન જેવી ઉપયોગી વસ્તુઓ બનાવી રોજગારી રળતા આદિવાસીઓના બહુધા ગ્રાહકો પણ વળી એ જ વર્ગમાંથી આવે છે.

હાટબજારનો મહિમા જિલ્લાના તાલુકાઓમાં છે
સામાન્ય રીતે ખાણીપીણીની વસ્તુઓ, પશુઓ, ખેતીને આનુષાંગિક ચીજવસ્તુઓ, વાંસની આઈટમો વગેરે દાહોદ અને અન્ય તાલુકાઓના આ પંથકમાં ભરાતા જે તે હાટ બજારોમાં વેચાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...