દાહોદ જિલ્લાના લીમખેડામાં હોમગાર્ડને નોકરી પર હાજર કરવા ઉપરી અધિકારીએ લાંચ માંગી હતી.ત્યારે લીમખેડા યુનિટના હોમગાર્ડના ભ્રષ્ટાચારી ઇન્ચાર્જ કમાનડેન્ટને 5000 હજાર રૂપિયાની લાંચ લેતા ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ રંગે હાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.
લીમખેડા તાલુકાના રહેવાસી અને લીમખેડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડને તેમના જ યુનિટના ઇન્ચાર્જ હોમગાર્ડ કમાનડેન્ટ કલસિંગભાઈ પ્રતાપભાઈ પટેલ દ્વારા છેલ્લા બે મહિનાથી ફરજ પર હાજર ન કરી રહ્યા હતા.એ સંબંધે હોમગાર્ડ દ્વારા ઇન્ચાર્જ કમાન્ડન્ટને ફરજ પર હાજર કરવા વિનંતી કરી હતી. જે બાદ ઇન્ચાર્જ કમાન્ડન્ટ કલસિંહ પટેલે ફરજ પર હાજર કરવા માટે 10 હજાર રૂપિયાની લાંચણી માંગણી કરી હતી.હોમગાર્ડ દ્વારા આ અંગેની ફરિયાદ ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખામાં કરી હતી.
પંચમહાલ એસીબી એકમના મદદનીશ નિયામક બી એમ પટેલ દ્વારા છટકુ ગોઠવતા હોમગાર્ડ દ્વારા નક્કી થયેલા લાંચ પૈકી 5000 રૂપિયા લેવા કલસિંગભાઈ પટેલ નક્કી કર્યા મુજબ મારૂતિ નંદન ઓફસેટ અને ટેન્ટ હાઉસ દુકાનની બહાર આવ્યા હતા. જ્યાં હોમગાર્ડ દ્વારા લાંચ ની રકમ કલસિંહભાઈ પટેલને આપી હતી. જે સમયે ગોધરા લાંચ રિશ્વત વિરોધી શાખાની ટીમે કલસિંગભાઈ પટેલ ને રંગે હાથે દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે દાહોદ એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.