કોરોના વૈશ્વિક મહામારી:કોરોનાથી બચવા બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટરની અપીલ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા નવ દિવસમાં જ દાહોદમાં કોરોના વાઇરસના 11 કેસો નોંધાયા

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અનલોક-૨ ના તબક્કામાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નાગરિકોને કોરોના સંક્રમણ સામે વધુ સાવચેત રહેવા એક સંદેશા મારફતે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવીડ-19ના 61 જેટલા પોઝિટિવ કેસો બન્યા છે. જેમાંથી 15 કેસો એક્ટીવ છે અને 45 દર્દીઓ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે. 

દાહોદ જિલ્લામાં હાલમાં કોવીડ-19ના 61 જેટલા પોઝિટિવ કેસો બન્યા છે
પરંતુ ગત તા. 27જુનથી 3 જુલાઇ વચ્ચે કોરોના સંક્રમણના કેસો વધુ કેસો નોંધાયા હોઇ નાગરિકોએ કોરોના સંક્રમણ બાબતે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા નવ દિવસમાં જ દાહોદમાં કોરોના વાયરસના 11 કેસો નોંધાયા છે. તેમણે જણાવ્યું કે, નાગરિકો અનિવાર્ય કારણ વિના બહાર જવાનું ટાળવું જોઇએ, ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવું જોઇએ. બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક જરૂરથી પહેરવું જોઇએ. આયુષ વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો, હોમિયોપેથીક દવાઓ, નિયમિત ઉકાળાનું સેવન જીવનશૈલીનો એક ભાગ બનાવી દેવો જોઇએ. કોરોના સંક્રમણ સામે સાવચેતીપૂર્વકનું જવાબદાર નાગરિક તરીકેનું વર્તન આપણને કોરોના સંક્રમણથી બચાવશે.

અન્ય સમાચારો પણ છે...