તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈ કામગીરી:દાહોદની સ્મશાન સંસ્થા પાસેની દૂધીમતી નદીની આજુબાજુ પ્રવર્તતી ગંદકીની સફાઇ આરંભાઇ

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
દૂધીમતિ સફાઈ અભિયાન અંતર્ગત નદીની સઘન સફાઈ ચાલી રહી છે. - Divya Bhaskar
દૂધીમતિ સફાઈ અભિયાન અંતર્ગત નદીની સઘન સફાઈ ચાલી રહી છે.
 • કોરોનાગ્રસ્ત સહિત અનેક મૃતદેહોની અંતિમવિધિ યોજાતાં નદીનો પટ જામ થઇ ગયો છે
 • સફાઈની કામગીરી શરૂ થતાં નદીનો પટ ચોખ્ખો બન્યો

દાહોદ સ્થિત એકમાત્ર હિંદુ સ્મશાન સંસ્થામાં ખુબ માત્રામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુદેહોની અંતિમવિધિ થઇ રહી છે. જીલ્લાભરના દર્દીઓ સાથે આસપાસના મ.પ્ર. અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં અત્રે ઝાયડસ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલોમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓ અવસાન પામે છે તો તે પૈકી જે તે હિંદુઓના મૃત્યુદેહોને દાહોદની સ્મશાન સંસ્થામાં અંતિમવિધિ યોજાય છે.

આવા સમયે સ્મશાન સંસ્થાને અડીને વહેતી પવિત્ર દૂધીમતિ નદીમાં મૃતકની વિધિ બાદ વધેલા લાકડા કે રાખ વગેરે વહાવી દેવાની પરંપરા રહી છે ત્યારે સાગમટે આટલા બધા મૃત્યુદેહોની વિધિ યોજતા નદીનો પટ જામ થઇ જવા પામ્યો છે. જેની રજૂઆત નગર પ્રમુખ રીનાબેન પંચાલને કરતા તેઓએ સત્વરે શુક્રવારે સ્મશાન સંસ્થાની મુલાકાત બાદ નિર્ણય લઈ નદીમાં આવા ઘન કચરા સાથે લાંબા સમયથી જામી ગયેલી લીલ - શેવાળ વગેરે જે.સી.બી. દ્વારા કઢાવવાની કામગીરીનો આરંભ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો