• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Citizens Proudly Bought 16000 Tricolors In Three Days From Dahod Head Post Office, Postal Workers Took Out Tricolor Rally

હર ઘર તિરંગા:દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાંથી ત્રણ દિવસમાં 16000 તિરંગા નાગરિકોએ ગૌરવભેર ખરીદ્યા, પોસ્ટ કર્મીઓએ તિરંગા રેલી કાઢી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેડ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.13 ઓગસ્ટ થી તા.15 ઓગસ્ટ,2022 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ત્રણ દિવસમાં જ અંદાજીત 16,000 જેટલા ત્રિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે.

100 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો
હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ“ અંતર્ગત દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પંચમહાલ તથા દાહોદ જિલ્લાના આશરે 100 જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ થઈને યાદગાર ચોક, તાલુકા પંચાયત સર્કલ, ચાકલીયા રોડ થઈ ઠક્કર બાપા પ્રાથમિક શાળા સુધી પરિભ્રમણ કર્યું હતુ. શાળામાં બાળકો સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ“ની ઉજવણી કરવામાં આવી હતી

હર ઘર ત્રિરંગાના નારાથી રેલી ગુંજી ઉઠી
આ રેલી આદિવાસી સોસાયટીમાં થઈ મુખ્ય રાજમાર્ગ સ્ટેશન રોડ પરથી સ્વામિ વિવેકાનંદ સર્કલથી પસાર થઈ સરસ્વતી સર્કલથી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ પરત ફરી હતી. આ રેલી “આઝાદી કા અમૃત મહોત્સવ“ – હર ઘર ત્રિરંગાના નારાથી ગુંજી ઉઠી હતી. આ રેલી દાહોદની જનતાએ નિહાળી હતી. આ રેલીની મહત્તા એટલી હતી કે સામાન્ય નાગરિકોએ રોડ પર “રાષ્ટ્ર ધ્વજ નુ” રૂ. 25ના મૂલ્યે ખરીદી નાગરિકો પણ રેલીમાં ભાગીદાર બન્યા હતા.

રાષ્ટ્ર ધ્વજનુ રૂ. 25 ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે
આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પૂર્ણ થયા બાદ અહી મુખ્ય આકર્ષણ તરીકે ત્રિરંગાનો એક સેલ્ફિ પોઈન્ટ બનાવ્યો આવ્યો છે. જેમાં દરેક નાગરિકે ખૂબ જ ઉમળકાભેર પોતાની સેલ્ફિ પાડીને #Indiapost4Tiranga#HarGharTiranga માં Tweet કરી હતી. વધુમાં “આઝાદી કા અમૃત મહોત્સવ“ દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્ર ધ્વજ નુરૂ. 25 ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. આ વેચાણ પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસો તેમજ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. રાષ્ટ્ર ધ્વજ નુ વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં ચાલુ રહેશે .ત્યારે દાહોદ ની હેડ પોસ્ટ ઓફિસમાંથી જ ત્રણ દિવસમા જ 16000 રાષ્ટ્ર ધ્વજ નાગરિકોએ હોંશે હોંશે ખરીદ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...