વિશેષ અભિયાન:દાહોદ જિલ્લાના નાગરિકો સરળતાથી ‘આયુષ્યમાન-મા’ કાર્ડ મેળવી શકશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 દિવસના વિશેષ અભિયાન અંતર્ગત આજથી સાતમો તબક્કો ચાલુ થશે

દાહોદ જિલ્લાના નાગરિકો 100 દિવસના વિશેષ અભિયાન અંતર્ગત “આયુષ્માન-મા’ કાર્ડ તેઓના જ વિસ્તારના ગ્રામ પંચાયત(ઇ-ગ્રામ), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે વિના મુલ્યે (બ્લકે ઇન વ્હાઇટ) પ્રિન્ટના માધ્યમથી કઢાવી શકશે. આ ઉપરાંત આગામી તા.22 ઓક્ટોબરથી ચાલુ થનાર રાજય સરકારનો પ્રજાલક્ષી “ સેવાસેતુ’ (સાતમો તબકકો) ચાલુ થશે ત્યારે જે તે ગામમાં યોજાતા “સેવાસેતુ’ કાર્યક્રમમાં પણ આ “આયુષ્માન- મા’ યોજના અંતર્ગત કાર્ડ કઢાવી શકાશે.

આ કાર્ડ કઢાવવા માટે એસ.ઇ.સી.સી.– 2021ની યાદીમાં નોંધાયેલ એચએચઆઇડી નંબર અથવા મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ (ભુરા કલરનું કાર્ડ ધારકને આવકના પ્રમાણપત્રની જરૂરીયાત રહેતી નથી. મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ 4 લાખથી ઓછી આવક ધરાવતા હોય તેવા કુંટુંબોએ કુટુંબના મુખ્ય વ્યકિતનો 4 લાખથી ઓછી આવકનો દાખલો લાવવાનો રહેશે. જેમાં તલાટીનો તા.01 પછીનો આવકનો દાખલો અથવા ટીડીઓ, મામલતદારનો તા.04 પછીનો કેમ્પના 48 કલાક પહેલાનો આવકનો દાખલો હોવો જરૂરી છે. રેશનકાર્ડ કુટુંબના તમામ વ્યકિતઓના નામ આધાર કાર્ડ મુજબના અંગ્રેજી અપડેટ કરેલા હોય તેવું સાથે લાવવું.

અન્ય સમાચારો પણ છે...