તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્સ્માત:પાવડીમાં બાઇકની ટક્કરે બાળકનું મોત

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદના પાવડી ગામે મુવાળી ફળિયાના છ વર્ષિય મીનેશભાઈ દિલીપભાઈ ભાભોર ૨૬મી મેના રોજ ઘરેથી બજારમાં શાકભાજી લેવા નીકળ્યો હતો. મોટરસાઈકલના ચાલકે પુરઝડપે ચલાવીને મીનેશને અડફેટમાં લીધો હતો.ઘાયલ મીનેશભાઈને દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. પિતા દિલીપભાઈની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...