ધરપકડ:અપહરણમાં નાસતો ફરતો ચીલાકોટાનો જીગર ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચીલાકોટા બસ સ્ટેન્ડ પરથી દબોચ્યો

લીમખેડા ડીવાયએસપીએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે અલગ ટીમ બનાવી હતી. જેમાં પીએસઆઇ સોલંકી તથા ટીમ લીમખેડા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ટીમના જયદીપસિંહ મકનસિંહને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે ધાનપુર પોલીસ મથકમાં દાખલ અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ચીલાકોટા ગામનો જીગર ચુનીયા મેડા તેના ઘરે આવ્યો છે.

હાલમા ચીલાકોટા બજારમા હોવાની મળી હતી. બાતમી આધારે તેને ચીલાકોટા ગામે બસ સ્ટેન્ડ ઉપરથી દબોચી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ધાનપુર પોલીસને સોપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...