• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod's Chandwana, The Husband And In laws Harassed The Wife, The Husband Demanded 15 Lakhs, The Wife Surrendered To The Police.

સાસરિયા સામે ફરિયાદ:દાહોદના ચંદવાણામાં પરિણીતા પર પતિ અને સાસરિયાઓનો ત્રાસ,પતિએ 15 લાખ માંગતા પત્ની પોલીસને શરણે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરીયાઓ ની બીજી પત્ની લાવવા ધમકી,લગ્નજીવનના 13 વર્ષ બાદ સંસારમાં શૂન્યાવકાશ સર્જાયો

દાહોદ તાલુકાના ચંદવાણા ગામે એક પરિણીતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસિક ત્રાસ આપતાં હતા.છેવટે પરિણીતાએ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાં છે.

લગ્ન જીવનના 13 વર્ષના બે પુત્રીઓ પણ છે
દાહોદ તાલુકાના બોરખેડા ગામે લબાના ફળિયામાં હાલ પોતાના પિયરમાં રહેતી અને ચંદવાણા ગામે લબાના ફળિયામાં લગ્ન કરાવેલ પ્રિયંકાબેનના લગ્ન તારીખ 10 મે 2009 ના રોજ તેમના સમાજના રીત રીવાજ મુજબ થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન પ્રિયંકાબેનને સંતાનમાં બે પુત્રીઓ પણ છે.લગ્નના થોડા સમય સુધી પતિ પંકજકુમાર પ્રતાપસિંહ બડદવાલ અને સાસરીપક્ષના પ્રતાપસિંહ બળવંતસિંહ બડદવાલ, શુશીલાબેન પ્રતાપસિંહ બડવાલ સારુ રાખતા હતા.

પતિએ પૈસા માગ્યા,સાસુ સસરાએ ધમકીઓ આપી
ત્યાર બાદ પ્રિયંકાબેન ઉપર પતિ તથા સાસરીયાઓએ ત્રાસ ગુજારવાનુ શરુ કર્યુ હતુ.પતિએ એકવાર લોખંડની પાઈપ પ્રિયંકાબેનને ડાબા હાથે મારી દીધી હતી. ત્યારબાદ અવાર નવાર મહેણાં ટોણાં મારી પતિ પંકજકુમાર પરિણીતા પ્રિયંકાબેનને કહ્યુ કે, તુ તારા બાપાના ઘરેથી દહેજમાં પંદર લાખ રૂપિયા લઈ આવ.ત્યારે પ્રિયંકાબેનના સાસુ અને સસરા દ્વારા પરિણીતા પ્રિયંકાબેનને ધાકધમકીઓ આપી, તુ આ ઘરમાંથી નીકળી જા, અમારે બીજી પત્ની લાવવાની છે, તેમ કહી અવાર નવાર પ્રિયંકાબેનને શારિરીક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે પ્રિયંકાબેનને ઘરમાંથી કાઢી મુકતાં પ્રિયંકાબેન તેના પિયરમાં આવી પહોંચી હતી. આ સંબંધે પ્રિયંકાબેને પોતાના પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...