ફરિયાદ:ચાકલીયામાં વાડ કાઢવાની ના પાડતાં લાકડીઓ વડે હુમલો કર્યો

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પિતાને છોડાવવા પડેલા પુત્રને પણ લાકડી વડે માર માર્યો

ઝાલોદના ચાકલીયા મોટી મહુડી ફળિયામાં રહેતા મનુભાઇ કલારા તથા પરિવારજનો સવારે દસના અરસામાં ઘરે હતા. ત્યારે ગામના એમનભાઇ મુનીયા તેમના ઘરે આવી તેના પિતા રતનાભાઇને બોલાવીને જણાવેલ કે આપણા બંનેની જમીનના સેડા ઉપર આવેલા ગાંડા બાવળની ડાળીઓ નડતી હોઇ કાપી નાખવાની છે. તેમ કહેતાં રતનાભાઇએ જણાવ્યું હતું કે સારું ડાળ કાપી નાખીશું.

ત્યાર બાદ બીજા દિવસે એમનભાઇ, સુરેશભાઇ મુનીયા, શંકરભાઇ ડામોર, લલીતભાઇ ડામોર ચારેય જણા જેસીબી મશીનથી ગાંડા બાવળ તથા તેનાથી કરેલી વાડ પૂછ્યા વગર કાઢવા લાગ્યા હતા. જેથી રતનાભાઇએ કહ્યું હતું કે આપણે ગાંડા બાવળના ડાળ કાપવાની વાત થઇ છે વાડ કાઢવાની નહીં. આથી એમનભાઇ લાકડી લઇને આવી રતનાભાઇને હાથે પગે તથા બરડાના ભાગે મારવા લાગ્યા હતા.

તેમજ શંકર ડામોરે ગાળો બોલી નીચે પાડી દેતાં તેમનો પુત્ર મનુભાઇ છોડાવવા વચ્ચે પડતા તેને પણ લાકડી વડે માર્યો હતો. બૂમાબૂમ થતાં ગામના લોકો આવી વધુ મારથી બચાવ્યા હતા. બાદ રતનાભાઇને વધુ ઇજા થતાં દાહોદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. મનુભાઇ સલારાએ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...