ભાસ્કર વિશેષ:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર સંતાનોને પારિવારિક હૂંફ મળી રહે તે માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન પહોંચ્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાનાં વાંદરિયામાં કોરોના દરમિયાન ઉદેસિંહભાઈ બારીયા અને સવિતાબેનનું નિધન થયું હતું

તેમના ચાર સંતાનો સોનિયાબેન, અંજનાબેન, રવિભાઈ અને શનિ ભાઈ માતાપિતાનું છત્ર ગુમાવ્યું હતું. આ બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના’’ દ્વારા દર મહિને દરેક બાળક દીઠ રૂપિયા 4000 સહાય આપવામાં આવી રહી છે ત્યારે આવા અનાથ થયેલા બાળકોના મુલાકાતે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની આ પરિવારના બાળકીને મળવા માટે પહોંચ્યા હતા ,તેઓએ બાળકો જોડે મુલાકાત અને વાતચીત કરી પરિવારની હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને બાળકોને દિવાળીના તહેવારો માટે મીઠાઈ , ચોકલેટ વગેરે આપી બાળકોની ખબરઅંતર પૂછ્યા હતા. આ પ્રસંગે આવા પરિવારોની મુલાકાતે નરેન્દ્રભાઈ સોની, શાંતિલાલ તાવીયાડ, સંદીપ ભાટ, નેહાબેન વગેરે પહોંચ્યા હતા તે ખરેખર એક આવકારદાયક પગલું અને તેઓની સામાજિક ભાવના દર્શાવે છે.

ઘણી આર્થિક મદદ થઇ છે
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય મળવાથી આમારા પરિવારને ઘણી મોટી આર્થિક મદદરૂપ થઈ છે અમારા ત્રણ ભાઈઓના દર મહિને 4000 મુજબ બાર હજાર રૂપિયા આમારા ખાતા માં આવે છે અમને ભણવામાં, પરિવારને ચલાવવામાં નાની-મોટી વસ્તુઓ ખરીદવા માટે ખુબ મદદરૂપ થાય છે. - સની બારીયા ,નાના વાંદરિયા

અમારી નૈતિક ફરજ છે
દિવાળીના તહેવારોમાં અનાથ બાળકોને પરિવારની હૂંફ મળી રહે તે માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે તેઓને મળી સમય આપવો એ મારી નૈતિક ફરજ છે. - નરેન્દ્રભાઈ સોની, ચેરમેન -ચાઈલ્ડ વેલ્ફેર કમેટી

અન્ય સમાચારો પણ છે...