આયોજન:પાર્શ્વનાથ મોક્ષ કલ્યાણ મહોત્સવની ઉજવણી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિગંબર જૈન સમાજ દ્વારા ઉજ‌વણી અભિષેક, શાંતિધારા નમોકાર મહામંત્ર વિધાન સાથે શરૂ કરાઇ

દાહોદ શહેરમાં સકલ દિગંબર સમાજ દ્વારા નવોદય નવમ વર્ષાયોગની આચાર્યશ્રી વસુનંદજી મુનિરાજ ના આશીર્વાદ અને મુનીશ્રી 108 શિવાનંદજી અને 108 પ્રશમાનંદજી મુનીરાજના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગુરુવારે પાર્શ્વનાથ મોક્ષ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરાઈ શહેરના મહાવીર શેરી ખાતે સવારથી જ અભિષેક, શાંતિધારા નમોકાર મહામંત્ર વિધાન સાથે શરૂ કરાઇ હતી. ત્યાર બાદ મહાવીર શેરી જુના મંદિરથી ભગવાન પારસનાથ પાલકી સાથે સમોસરણ નું જુલુસ મહાવીર શેરી હરસોલા વાળ થઈ નગરપાલિકા એમજી રોડ થઈ મહાવીર શેરી ખાતે પૂર્ણ કરાયુ હતુ.

હાથમાં લાડુ લઈ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સમાજના લોકો જોડાયા હતા ત્યારબાદ આચાર્ય પુષ્પદંત નીલય ખાતે શ્રી કુત્રિમ સંવેદ શિખરજીનો પહાડ ઊભું કરવામાં આવ્યું હતું. જ્યાં શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર ભગવાનને 23 કિલોનો નિર્માણ લાડુ સુવર્ણભદ્ર ફૂટ પર મુનિરાજના સાનિધ્યમાં ધામધૂમથી લાડુ ચડાવાયો સહિત અન્ય કાર્યકર્મ યોજાયા હતી. જૈન સમાજેશ્રી કુત્રિમ શિખરજી યાત્રાનો પણ લહાવો લીધો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રી પાર્શ્વનાથ મોક્ષ કલ્યાણ મહોત્સવની યુગલ મુનિરાજના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...