દાહોદ જિલ્લા કક્ષાના 72માં વન મહોત્સવની ગોવિંદ ગુરુના પ્રસિદ્ધ યાત્રાધામ કંબાઇ ખાતે દાહોદદનાં સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કરી હતી. ગોવિંદ ગુરુના મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા 1500 જેટલા વિવિધ વૃક્ષો વાવીને ઉપવન બનાવાઇ રહ્યું છે. સાંસદ ભાભોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદને યથોચિત સન્માન આપ્યું છે.
માનગઢ ખાતે સ્મૃતિસ્થાન, ગોધરા ખાતે યુનિ. બાદ કંબોઇ મંદિર પરિસરનો રૂ. 3.5 કરોડના ખર્ચથી પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી રહ્યા છે. જિ. પ.ના પ્રમુખ શીતલબેન વાઘેલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષો વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી. આ વેળાએ વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને રૂ. ૫.૫ લાખની સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે વન વિભાગમાં ઉત્તમ કામગીરી કરનારા કર્મયોગીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન પણ કર્યું હતું. મહાનુભાવોએ મંદિરમાં દર્શન કર્યા બાદ વૃક્ષારોપણ કર્યું હતું.
નાયબ વન સંરક્ષક આર. એમ. પરમારે કહ્યું કે, દાહોદ જિલ્લામાં વાવેતરના હેતુંથી લોકોને નિઃશુલ્ક વિતરણ કરવા માટે 60 લાખ રોપાનો ઉછેર કર્યો છે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વૃક્ષારોપણ અંતર્ગત 191 ગામમાં 95500 રોપાઓ, તાલુકા કક્ષાએ 3350 અને જિલ્લા કક્ષાએ 1500 રોપાઓનું વાવેતર-વિતરણ કરાયું છે. ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ તેજસ પરમાર, જિ.પ સભ્ય સુધીરભાઇ લાલપુરવાળા, તા.પં. પ્રમુખ રમેશભાઇ ભાભોર, કંબોઇના સરપંચ સહિતના હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.